VADODARA | By Akhand Bharat Team | Published:

ડભોઈ-શિનોર-સાધલી-વડતાલ ની એસ.ટી.બસ શરૂ કરાતા ભકતોમાં ખુશી
વડોદરા એસ ટી વિભાગ મા આવેલ ડભોઈ ડેપો દ્વારા ડભોઈ-શિનોર-સાધલી-વડતાલ ની એસ.ટી બસ શરૂ કરવા મા આવતા સમગ્ર સાધલી પંથક ના ભકતો તથા મુસાફરો મા આનંદ ની લાગણી જોવા મળી રહી છે.ડભોઇ ડેપોની ડભોઇ થી શિનોર અને શિનોરથી સાધલી- કાયાવરોહણ - વડોદરા થઈને વડતાલની નવી બસ શરૂ કરાતાં આ પંથકમાં ખૂબ આનંદની લાગણી વ્યાપેલ છે.આ બસ સવારના ૭ઃ૦૦ કલાકે ડભોઇ થી ઉપડી શિનોર ૭ઃ ૪૫ કલાકે પહોંચી સાધલી ૮ઃ૦૦ કલાકે આવી પહોંચતા સાધલીના ઇન્ચાર્જ સરપંચ અને તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ તથા રેલ રોડ મંડળ પ્રમુખ ભુપેન્દ્ર ગોહિલ દ્વારા બસને ફૂલોની ચાદર ચડાવી, કુમકુમ તિલક કરી, શ્રીફળ વધેરી અને સૌને મો મીઠું કરાવી વડતાલ જતી બસને પ્રસ્થાન કરાવેલ હતું.-અખંડ ભારત