GIR SOMNATH | By Akhand Bharat Team | Published:
ડારી ખાતે ઈનોગ્રેશન કાર્યક્રમ યોજાયો
ગીરસોમનાથ જીલ્લાના વડામથક વેરાવળ ના ડારી ગામે ભાવનગરની સુપ્રસીધ્ધ એવી જ્ઞાનમંજરી પબ્લિક સ્કૂલ નો ઇનોગ્રેશન કાર્યક્રમ યોજાયો . વેરાવળમા સૌ પ્રથમ વખત જ્ઞાન સાથે સંસ્કાર જોડી બાળકોની ઉજ્જવળ ભવિષ્ય માટે આ સંસ્થા કાર્ય રત બની છે.વેરાવળની શિવાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સાથે ટાઇપ કરી આ સંસ્થા ભાવનગરની તો સૌથી મોટી સંસ્થા છે પણ શિક્ષણ જગતમા ગુજરાત રાજય અને અન્ય રાજયોમા પણ કાર્યરત છે.ઇનોગ્રેશન કાર્યક્રમમાં શિક્ષણ જગતના તમામ તજજ્ઞો , શિક્ષણ સાથે સંકળાયેલ તજજ્ઞો ,વાલીઓ ,રાજકીય, સામાજીક અગ્રણીઓ સહીત સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યા હતા.-અખંડ ભારત