BOTAD | By Akhand Bharat Team | Published:

બોટાદ સ્થિત બીસીએ કોલેજનું ગૌરવ
બોટાદ સ્થિત આદર્શ બીસીએ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઢોલા ક્રિષ્નાબેન હિતેશભાઈએ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા લેવાયેલ બીસીએ પરીક્ષામાં ઉત્તમ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ હાસલ કર્યો છે વિદ્યાર્થીનીએ સમગ્ર યુનિવર્સિટીમાં સર્વોચ્ચ ગુણ પ્રાપ્ત કરી પોતાના માતા પિતા ગુરુજનો કોલેજ તેમજ બોટાદ શહેરનું નામ ગૌરવ પૂર્ણ બનાવ્યું છે આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રભુભાઈ ત્રાસડિયા સાહેબ અને પ્રિન્સિપાલ શ્રી સંજયભાઈ હડીયલ સાહેબે વિદ્યાર્થીને અભિનંદન પાઠવતા તેમની મહેનત લગન અને નિષ્ઠા અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણા રૂપ સાબિત થશે તેઓના ઉજવળ ભવિષ્ય માટે પણ શુભેચ્છા પાઠવી હતી આ સાથે કોલેજના સંચાલકો સ્ટાફગણ દ્વારા પણ આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ હર્ષની લાગણી અનુભવી હતી તેમજ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.-અખંડ ભારત