PATAN | By Akhand Bharat Team | Published:

બાસ્પા વિદ્યાલય નું નામકરણ,છાત્રાપર્ણ કાર્યક્રમ યોજાયો
સમી તાલુકાના બાસ્પા ગામે આજે એક વિદ્યાલયના નામકરણ અને છાત્રાપર્ણ કાર્યક્રમનું આયોજન "ગાંધી આશ્રમ" ઝીલીયા સંચાલિત આ વિદ્યાલય ને હવે " મહર્ષિશ્રી સ્વામી સચ્ચિદાનંદ ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા બાસ્પા તરીકે ઓળખવામાં આવશે.આ કાર્યક્રમ ગાંધી આશ્રમ ઝીલીયાના સંચાલક પદ્મશ્રી માલજીભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો.આ વિદ્યાલય પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત ૧૫મી શાળા છે.જે ગાંધી આશ્રમ ઝીલીયા દ્વારા સંચાલિત થાય છે. આ સમારોહમાં ક્રાંતિકારી સંત અને પદ્મભૂષણ મહર્ષિ સ્વામી સચ્ચિદાનંદ મહારાજ, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, ડોક્ટર જગદીશ ત્રિવેદી, ધારાસભ્યશ્રી લવિંગજી ઠાકોર અને ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ અધ્યક્ષ મનુભાઈ પાવરા તેમજ મુખ્ય દાતાઓ, સહયોગી દાતાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.-અખંડ ભારત