PATAN | By Akhand Bharat Team | Published:
આર્થિક સહયોગ મિત્ર મંડળ વઢિયાર વણકર સમાજ દ્વારા ચાલતી સંસ્થાઓ લોટેશ્વર આશ્રમ શાળા ના અંદાજે 25 જેટલા બાળકો ને અસહ્ય ગરમી ને ધ્યાન માં રાખી પાણી પીવા માટે વોટર કૂલર ની વ્યવસ્થા કરી આપવામાં આવી અને સાથે સાથે દાળ ભાત શાક રોટલી, અને શ્રીખંડ વગેરે સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવ્યું અને દરેક બાળક ને નોટબુક, કંપાસ, પેન્સિલ રબર સંચો ની કીટ આપવામાં આવી.અને સોનાર ગાંધીબાપુ આશ્રમ શાળા ના અંદાજે 30 જેવા બાળકો ને નોટબુક, કંપાસ, પેન્સિલ, રબર, સંચો ની કીટ આપવામાં આવી.. ટોટલ બંને સંસ્થાઓ ના અંદાજે 55 થી.60 બાળકો ને કીટ આપવામાં આવી હતી..બંને સંસ્થાઓ ની રૂબરૂ મુલાકાત માં હાજર સાથી મિત્રો,, જગદીશભાઈ સોનારા, શૈલેષભાઈ નાણેચા, સંજયભાઈ પાલીપુર, હરેશભાઈ સુરજ. મોતીલાલ રાજવંશી જેસડા, કિશનભાઇ માસ્તર ભદ્રાડા, અને ગોવિંદભાઈ લોલાડા, ભારતીબેન માત્રોટા વગેરે મિત્રો હાજર રહી સમાજ ભાવના ને ધ્યાનમાં રાખી સમાજ ને એક સંદેશો આપ્યો હતો અને સમાજમાં એકતા ભાઈચારો જળવાઈ રહે અને યુવા સંગઠન એક ઢાલ બની સમાજ ની દરેક પરિસ્થિતિ અને મુશ્કેલીઓ અને સમાજ સેવા માટે અમારી ટીમ હર હંમેશ તત્પર રહેશે..આર્થિક સહયોગ વઢિયાર વણકર સમાજ મિત્ર મંડળ નો બંને સંસ્થાઓ એ આભાર વ્યક્ત કરતાં ખુશીની લાગણી અનુભવી હતી..